ફિલ્મી દુનિયા

હર્ષદ મહેતા એટલે જેણે શેર બજારને પોતાની મૂઠીમાં કરી લીધું હતું. જાણો સ્ટોરી…

1992નો એ સમય હતો જ્યારે માત્ર એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને બીજું સ્ટોકમાર્કટની વધુ બોલબાલા હતી. ચાલો આપણે જાણીએ કે ખરેખર આ કૌભાંડ કઈ રીતે થયું હતું અને હર્ષદ મહેતા કોણ છે?

હર્ષદ મહેતા

હર્ષદ મહેતા એટલે જેણે શેર બજારને પોતાની મૂઠીમાં કરી લીધું હતું.

હર્ષદ મહેતાનો જન્મ 29 જુલાઈ 1954 ના રોજ રાજકોટના મોટી પાનેલી ગામનાં જૈન પરિવારમાં થયેલો હતો. નાના વેપારીઓના પરિવારમાં જન્મેલા હર્ષદ મહેતાનું બાળપણ મુંબઇની કંડી વાલીમાં વીત્યું અને તેમણે સ્કૂલનું શિક્ષણ મુંબઇની હોલી ક્રોસ બેરોન બજાર માધ્યમિક શાળામાંથી કર્યું હતું. બારમું પાસ કર્યા પછી, હર્ષદ મહેતાએ લાજપત રાય કોલેજમાંથી બી.કોમ નો અભ્યાસ કર્યો અને ત્યારબાદ આગામી આઠ વર્ષ સુધી નાની-મોટી નોકરીઓ કરી.

1976 માં બી-કોમ પાસ કર્યા પછી, હર્ષદને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડમાં સેલ્સ પર્સન તરીકેની પહેલી નોકરી મળી અને તે જ સમયે સ્ટોક માર્કેટ તરફ તેની રુચિ વધી અને પોતાની નોકરી છોડી દીધી અને હરજીવનદાસ નેમિદાસ સિક્યોરિટીઝ નામની દલાલી પેઢીમાં નોકરીએ જોડાયો અને થોડાં સમયમાં હર્ષદ મહેતાએ શેર બજારની બધી યુક્તિઓ શીખી અને 1984 માં “ગ્રો-મોર” રિસર્ચર્સ અને એસેટ મેનેજમેંટ નામની પોતાની કંપની શરૂ કરી અને બોમ્બે સ્ટોક એક્સચેંજમાં દલાલ તરીકે સભ્યપદ લીધું. અહીંથી જ શેરબજારમાં તેની રાજાની સફર શરૂ થઈ, સમયનું ચક્કર એવું ફર્યું કે શેરબજારમાં ગજબનાક સફળતા મળવાને કારણે હર્ષદ મહેતા ‘બિગ બુલ’ તરીકે પણ ઓળખાતા હતા. તેમનાથી પ્રેરાઈને સામાન્ય લોકો પણ શેરબજાર તરફ આકર્ષાયા હતા.

હર્ષદ મહેતા એટલે જેણે શેર બજારને પોતાની મૂઠીમાં કરી લીધું હતું.

સ્કેમ 1992:- સમયનું ચક્કર એવું ફર્યું કે શેરબજારમાં લોકપ્રિયતા મેળવાર હર્ષદ મહેતાએ એવું કામ કર્યું કે વિશ્વના ખૂણે ખૂણે તેનું નામ ચર્ચાય રહ્યું હતું!

હર્ષદમહેતાએ મની માર્કેટમાં પણ પોતાની જગ્યા બનાવીને સરકારને પણ ધ્રુજાવી નાંખી હતી. બોન્ડ અને સિક્યુરિટી એક્સચેન્જ દ્વારા તેને અનેક બેન્કો પાસેથી BR વિના જ ફંડ એકત્રિત કર્યું જેમાં સૌથી પહેલા તેને SBI બેન્ક પાસેથી 500 કરોડ રૂપિયા લીધાં. આ ઘટના બાદ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એડિટર સુચેતા દલાલએ હર્ષદ મહેતાએ કરેલા ફ્રોડને લોકો સમક્ષ બહાર પાડ્યું. ‘બોમ્બે સ્ટોક એક્સચેન્જ’ સાથે જે ઠગાઈ કરી હતી તે માત્ર 500 કરોડ નહીં પરંતુ હર્ષદ મહેતાએ સ્ટોકસ સાથે ગેરરીતિ આચરીને રૂ.5000 કરોડનું કૌભાંડ કર્યું હતું.

હર્ષદ મહેતા એટલે જેણે શેર બજારને પોતાની મૂઠીમાં કરી લીધું હતું.

હર્ષદ મહેતા સામે 27 ગુના દાખલ કરવામાં આવ્યા હતાં. મુંબઈ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટે હર્ષદ મહેતાને ગુનેગાર ઠેરવ્યાં હતાં. 47 વર્ષની ઉંમરમાં હર્ષદ મહેતાનું હૃદયરોગથી નિધન થયું હતું. તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી એટલે કે વર્ષ 2001 સુધી તેમની પર કેસ ચાલતા હતાં. હર્ષદ મહેતાના કેસને કારણે ભારતીય બેંક પ્રણાલી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ચાલતી પોલ ખુલી પડી હતી.

હર્ષદ મહેતા એટલે જેણે શેર બજારને પોતાની મૂઠીમાં કરી લીધું હતું.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.